નાણા સશક્ત એજન્ટ છે- પાયાનું એક ઘટક કે જેણે તમારા જીવનના આનંદો દબાવવા ના જોઈએ પણ તેમને ઊંચે લઇ જવા જોઈએ. તમારી પાસે માત્ર 5 મિનિટની અંદર ઑનલાઈન પર તાત્કાલિક લોનની મંજુરી મેળવવાની સવલત હોય તો આમ નાણાને અભાવે તમારે તમારી ઈચ્છાઓને દબાવવી ના પડે.
એ યાદ રાખો કે મંજૂરીના સમય અને વિતરણના સમયમાં થોડો ફેર પડે છે.
પ્રણાલિગત ઢંગે લોન મેળવવાની પદ્ધતિ હવે પર્સનલ લોન એપ્સ દ્વારા ક્યાંય પાછળ રહી ગઈ છે. એને તમારા સ્માર્ટ ફોનમાં સહેલાઈથી ઇન્સ્ટોલ કરીને તમે ઑનલાઈન પર મિનિટોમાં પર્સનલ લોન માટે અરજી કરી શકો છો જે મુશ્કેલી-રહિત દસ્તાવેજોની પ્રક્રિયા છે.
ઑનલાઈન પર ઘણાં ઈન્સ્ટન્ટ લોન એપ્સ છે, આથી પર્સનલ લોન મેળવવી એ કોઈ મુશ્કેલ કામ નથી. જો તમે આવશ્યક પાત્રતા ધારા-ધોરણ સાથે મેળ ખાતા હો, તો ઈન્સ્ટન્ટ લોન અરજી પર તમને 5 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં મંજુરી મળી શકે. આ રીઅલ ટાઈમ વેરીફીકેશન અને પેપરલેસ દસ્તાવેજો સાથે શક્ય છે અને લોનની મંજુરીની પ્રક્રિયા ઝડપી બનાવે છે.
હીરોફિનકોર્પ-એક તત્કાળ કામ કરતું લોન એપ હીરોફિનકોર્પ દ્વારા શરૂ કરાયેલું, વિશ્વાસપાત્ર ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ છે જે નોકરિયાત અને સ્વ-ઉપાર્જિત વ્યક્તિઓ માટે, રૂ. 50,૦૦૦ થી લઇ રૂ. 1,50,૦૦૦ સુધીની સ્મૉલ કેશ લોન વ્યાજના આકર્ષક દરે, નીચા પ્રોસેસિંગ દરે ઑફર કરે છે.
હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોનની અરજી અને એની મંજુરીની પ્રક્રિયા એકદમ સરળ બનાવે છે. આવો, હીરોફિનકોર્પના ઉપયોગી લક્ષણો અને લાભો પર એક નજર નાખીએ:
હીરોફિનકોર્પ પર વ્યાજનો દર વાર્ષિક 20-25% છે, જે નોકરિયાત અને સ્વ-ઉપાર્જિત વ્યક્તિઓ, બંનેને પરવડે તેવો છે. વ્યાજનો દર તમારા ક્રેડિટ સ્કોર, આવક વગેરેની પૃષ્ઠભૂમિ પર અવલંબે છે.
ઇન્સ્ટન્ટ પર્સનલ લોન બિન-સિક્યોર્ડ પર્સનલ લોન છે જેમાં લોન સામે કોઈ સલામતીની જરૂર પડતી નથી. તમે કોઈ પણ જામીનદારની વ્યવસ્થા કર્યા વગર અને કોઈ પણ ઔપચારિકતા કર્યા વગરની આ ઈન્સ્ટન્ટ લોન માટે અરજી કરી શકો છો.
હીરોફિનકોર્પનો સરેરાશ મંજુરી સમય 20 સેકન્ડનો છે; એનો અર્થ એ થયો કે તમે 5 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ઑનલાઈન પર ઈન્સ્ટન્ટ પર્સનલ લોનના લાભ મેળવી શકો છો. લેણદારો કે જેઓને રોકડની તાત્કાલિક જરૂર હોય, તેમને તાકીદની પરિસ્થિતિમાં 5 મિનિટમાં મળતું વરદાન છે.
લોનની અરજી મંજુર થયા પછી, હીરોફિનકોર્પ 24 કલાકનો વિતરણ સમય લે છે અને હીરોફિનકોર્પ સાથે જોડાયેલા તમારા બેન્કના ખાતામાં તરત જ નાણા તબદીલ કરે છે.
ઈ-કેવાયસી ચકાસણી ઑનલાઈન પર પર્સનલ લોન મેળવવા માટે ફરજીયાત છે. કોઈ દસ્તાવેજ કાગળ પર રજુ કરવા જવું પડતું નથી, આથી અંગત ચકાસણીનો સમય બચાવે છે અને મિનિટોમાં જ લોન મંજુર થઇ જાય છે.