I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.
પર્સનલ લોન બિન-સિક્યોર્ડ લોન કક્ષામાં હોવાને કારણે એના માટે કોઈ કોલેટરલ કે સલામતીની જરૂર હોતી નથી. લેણદારના ક્રેડિટ ક્ષમતા ચકાસવા માટે અને લોન પરત ચૂકવવાની ક્ષમતા ચકાસવા માટે તેનો સિબિલ સ્કોર જાણવો આવશ્યક બને છે. ધ ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો (ઇન્ડિયા) લિ. જણાવે છે કે સિબિલ એ રીઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ વ્યક્તિગત ક્રેડિટ ઈતિહાસ ની ગણતરી કરવા સત્તાવાર જાહેર કરેલી એક ક્રેડિટ એજન્સી છે. એક પ્રભાવશાળી સિબિલ સ્કોર 750-900 ની શ્રેણીમાં આવે છે જે સૌથી ઊંચી ક્રેડિટ લાયકાત દર્શાવે છે.
નાણાકીય સંસ્થાઓએ અરજદારની પર્સનલ લોન મંજુર કરવા માટે ક્રેડિટ સ્કોરનું ધોરણ અપનાવ્યું છે. વ્યક્તિનો સિબિલ સ્કોર પર્સનલ લોન મંજુર કર્યા પહેલાં ચકાસવામાં આવે છે. ઊંચો સિબિલ સ્કોર હોય તો લોન ઝડપથી મંજુર થાય છે. નીચો સિબિલ સ્કોર પર્સનલ લોન મંજુર કરવાની શક્યતા ઘટાડે છે.
નીચો સિબિલ સ્કોર ધરાવતી વ્યક્તિની ક્રેડિટ લાયકાત ઘટે છે, અને સ્પષ્ટ છે કે દેણદારો ચૂકવણીમાં નિયમિત ના હોય તેવી વ્યક્તિઓને લોન આપવામાં સંકોચ કરશે. જો તમારી પર્સનલ લોન સિબિલના સ્કોરને કારણે નામંજુર થાય તો એને સુધારવાના રસ્તા બહુ ઓછા છે.
સિબિલ સ્કોર વ્યક્તિની ક્રેડિટ લાયકાત દર્શાવે છે. એ ત્રણ સંખ્યાનો યુનિક આંકડો છે જે ક્રેડિટ રિપોર્ટમાં આપેલા ક્રેડિટ હિસ્ટ્રી અને વિગતો જોઇને નક્કી કરાય છે. તમારો ક્રેડિટ સ્કોર 900 ના જેટલો વધુ નજીક હોય, તેમ લોન મંજુર થવાની શક્યતાઓ વધુ હોય છે.
સિબિલ સ્કોર ચાર બાબતો પર સારી રીતે કામ કરે છે- ભૂતકાળમાં કરેલી ચૂકવણી, લોન માટે આવેલી પૂછપરછની સંખ્યા, ક્રેડિટનો વપરાશ અને મેળવેલી લોનનો પ્રકાર. જો તમે ઈએમઆઈ ભરવામાં નિયમિત ના રહ્યા હો, વારંવાર લોન માટે પૂછપરછ કરી હોય, ક્રેડિટ વપરાશની દર ઊંચો રહ્યો હોય અને સિક્યોર્ડ/બિન-સિક્યોર્ડ લોન મિશ્ર રૂપે લીધી હોય જેનાથી નાણાકીય બોજો વધી ગયો હોય તો નકારાત્મક ઢબે કામ કરે છે.
સિબિલ સ્કોર પર અસર કરતાં કેટલાક મુખ્ય કારકો છે- હાલની જવાબદારીઓમાં વધારો, દેવાના યુટિલાઈઝેશનનો 30% દર, અનેક વાર લોન નામંજૂર થવી, અને લોન ચૂકવણી અનિયમિત થવી, વગેરેથી સિબિલ સ્કોર ઘટે છે.
પર્સનલ લોનની પર સિબિલ સ્કોર કેવી રીતે અસર કરે છે?
દેણદારો સિબિલ સ્કોર જોઇને લેણદારની પરત ચૂકવણીની ક્ષમતા ચકાસે છે. જો સિબિલ સ્કોર 300 આંકની પાસે હોય, તો એ નીચો ક્રેડિટ સ્કોર દર્શાવે છેઅને ઉત્કૃષ્ટ ક્રેડિટ સ્કોર ધરાવવાનું પાત્રતા ધારાધોરણ નીચું લાવે છે.
લોન મંજુર થવાની પાળે નીચો ક્રેડિટ સ્કોર અવરોધ બને છે. નીચો ક્રેડિટ સ્કોર તમને લોન પર વ્યાજનો શ્રેષ્ઠ દર મેળવવાથી વંચિત રાખે છે, લોનની ઊંચી રકમ મળતી નથી, અને સલામતિ માટે કોલેટરલની જરૂર પડે છે.
ઈન્સ્ટન્ટ લોન મંજુરી વખતે લેણદારનો નીચો સિબિલ સ્કોર ઈન્સ્ટન્ટ લોનની મંજુરી વખતે ખૂબ પૂછપરછ માગે છે. પણ એના માટે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. નાણાકીય આદતોમાં થોડો સુધારો કેટલાક ફેરફાર કરવાથી એ સુધારી શકાય છે- બાકી રકમ સમયસર ચૂકવવી, જુના દેવા ભરપાઈ કરવા, કોઈ ભૂલ તો નથી એ જોવા તમારા ક્રેડિટ રીપોર્ટસ વચ્ચે વચ્ચે ચકાસવા, કોઈ પ્રકારનો વિલંબ ટાળવા ઇએમ આઈ માટે ઑટો-ડેબિટ પર જાવ અને લેણદાર સાથે સંયુક્ત રીતે કોઈ લોન ના લો.
નીચો ક્રેડિટ સ્કોર ખાસ નેટ વર્થમાં ઘટાડો થતા આવે છે. તમારી સંપત્તિ જેવી કે (રોકાણો, રોકડ, ઘર માટેની લોન વગેરે) તમારૂં મૂલ્ય છે. ઘર-વપરાશની વસ્તુઓ માટે લોન, ઉડાઉ વેકેશનો માટે લોન કે અન્ય લોન તમારો ક્રેડિટ સ્કોર નીચો કરી શકે છે.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અગત્યનું કારક છે જે તમારા ક્રેડિટ સ્કોર પર અસર કરે છે. તમારા ક્રેડિટ કાર્ડનું બિલ અને લોનના ઇએમઆઈ નિયમિત ભરો એ ખૂબ મહત્ત્વનું છે. સીબીલના વિશ્લેષણ મુજબ મોડેથી ચૂકવણી કરો તો તમારા ક્રેડિટ સ્કોરમાં 100 પોઈન્ટ ઘટે છે.
દેવા અને બાકી રહેતાં બિલ ના લાંબા સમય સુધી ના ચૂકવવા કરતાં એનો ગ્રેસ પીરિયડ પૂરો થાય એ પહેલાં એને ચૂકવી દેવા. વારંવાર ચૂકવણી કરવાની બાકી રહેતાં તમારો ક્રેડિટ સ્કોર ઘટશે, જે લોન મંજુર થવામાં જટિલ સ્થિતિ પેદા કરશે.
તમારો ક્રેડિટ સ્કોર જો તમે આંતરે સમયે ક્રેડિટ રીપોર્ટ વાચન ના કરો અને એને ના અનુસરો તો એને અસર થાય છે. શક્ય છે કે એમાં જો છેલ્લી વિગતો ઉમેરાઈ ના હોય તો કોઈ ભૂલ હોઈ શકે અને ખોટો હેવાલ લખાયો હોય એવું બની શકે.
નીચો સિબિલ સ્કોર સીધેસીધું જણાવે છે કે પર્સનલ લોન મંજુર થવાની તકો નહીવત છે. આવા કિસ્સામાં, લેણદાર પાસે એક જ વિકલ્પ બચે છે કે સિબિલનો સ્કોર સુધારે, અને સમયસર ઇએમઆઈ ચૂકવીને દેણદારનો વિશ્વાસ સંપાદન કરે. આનાથી તમારે લોનની અરજી કરો ત્યારે વારંવાર ઇનકાર નહિ સાંભળવો પડે.
તમારો સિબિલ સ્કોર શૂન્ય હોય તો પણ, તમે પર્સનલ લોન મેળવી શકો છો. એ એક દેણદારથી બીજા દેણદાર પર આધાર રાખે છે. તમે જયારે સિબિલ સ્કોર સિવાય લોન માટે અરજી કરો ત્યારે તમારે દેણદારને વિશ્વાસમાં લેવાની જરૂર હોય છે. આવા કિસ્સામાં, તમારી પાસે સલામત નોકરી હોવી જોઈએ કે ઊંચી આવકવાળા જુથમાં તમે હોવા જોઈએ. મહિનાને અંતે તમે તમારી નાણાકીય લેવડ-દેવડ કેવી રીતે જાળવો છો તે પણ ધ્યાનમાં લેવાય છે, જે ઊંચા ક્રેડિટ સ્કોર વગર લોન મેળવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમારી પૃષ્ઠભૂમિમાં અને નોકરી/વ્યવસાયમાં આ બધી બાબતો બંધબેસતી હોય તો તમારી સ્થિરતા વધી જાય છે.
નોંધ: જો તમે 21-58 વચ્ચેની વયજૂથમાં હો અને મહીને લઘુતમ રૂ. 15,૦૦૦ ની આવક ધરાવતાં હો તો હીરોફિનકોર્પ પરથી તમે પર્સનલ લોન મેળવવા હકદાર છો. કોઈ કાગળ પરના દસ્તાવેજ કે મુલાકાતો જરૂરી નથી, પર્સનલ લોન માટે આજે જ અરજી કરો.
હીરોફિનકોર્પ દસ્તાવેજીકરણ અને લાયકાત પાત્રતા ખૂબ સરળ છે, વિગતો જાણવા અહી ક્લિક કરો