I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.
જીવનનો કોઈ ભરોસો નથી આથી મોટા ભાગના લોકો તેમના નાણા માટે ખૂબ વહેલું આયોજન કરી લે છે. અકસ્માત, ઈજા કે મૃત્યુ જેવાં ના જોયેલા અને કમનસીબ સંજોગો અથવા લેણદારનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં પરિવારને ઘણું નુકસાન થયું હોય છે. પણ લેણદાર મારી જાય ત્યારે લોનનું શું થાય? એને પરત ચૂકવવાની જવાબદારી કોણ લે? જયારે લેણદાર અસ્તિત્વમાં જ ના રહે ત્યારે નાણાકીય સંસ્થાઓ પોતાના ઇએમઆઈ કેવી રીતે પાછા મેળવે? જયારે પર્સનલ લોન લેવાય ત્યારે આવા બધા સામાન્ય પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે પરંતુ લેણદાર જીવિત ના હોવાને કારણે રીપેમેન્ટ મુશ્કેલ બને છે.
કોઈ લેણદાર તેની લોનના ગાળામાં અધવચ્ચે મરી જાય ત્યારે શું કરવું જોઈએ તે પર્સનલ લોન ડૉક્યુમેન્ટમાં વિસ્તારથી સમજાવ્યું છે અને જુદી જુદી નાણાકીય કંપનીઓની પોતાની કલમો છે. સામાન્ય રીતે, આવા કિસ્સામાં બાકી રહેલી લોનની રકમ એ પરિવારના કાનૂની વારસદાર ચૂકવે છે. જો મૃત લેણદારના નામે જીવન વીમો હોય, તો એ વીમા કંપની પર્સનલ લોન ચૂકવે છે અને લેણદારના પરિવારના કોઈ સભ્ય પર કશો બોજો પડતો નથી.
મૃત્યુના કારણ ગમે તે હોય, મૃત લેણદારનો પરિવાર અથવા સહ-અરજદાર પર્સનલ લોન પછી મેળવવા માટે સંપર્ક કરવા યોગ્ય સ્રોત છે. પર્સનલ લોનની પુનઃ ચૂકવણી માટે નિશ્ચિત સમય અપાય છે. જો કાનૂની વારસદારો લોનની ચૂકવણી ના કરે તો દેણદાર લેણદારની ભૌતિક સંપતિ, જેવાં કે મિલકત, વાહન કબજો કરી તેની હરાજી બોલાવી પર્સનલ લોન રીકવર કરી શકે.
જયારે મૃત વ્યક્તિના કોઈ કાનૂની વારસદાર ના હોય અને પર્સનલ લોન માત્ર લેણદારના નામે જ લેવાઈ હોય, ત્યારે લોન એડમિનિસ્ટ્રેટર આ જવાબદારી પૂરી કરવા ચિત્રમાં આવે છે. એનો અર્થ એવો નથી કે એડમિનિસ્ટ્રેટર પોતાના પૈસા આપશે, પણ એ લેણદારની સંપત્તિનો ઉપયોગ કરી દેવું ચૂકવશે.