H.Ai Bot Logo
H.Ai Bot
Powered by GPT-4
Terms of Service

I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.

instant-loan-app.webp

શિક્ષણ લોન માટે હીરોફિનકોર્પ શા માટે?

હીરોફિનકોર્પ પર્સનલ લોન એપ નરમ ડિજિટલ પ્લેટફોર્મ છે જે સહેલાઈથી રજીસ્ટ્રેશન અને લોન વિતરણ પ્રક્રિયા કરાવે છે જેમાં કોઈ ફિઝીકલ દસ્તાવેજો પૂરા પાડવાની જરૂર રહેતી નથી. ગૂગલ પ્લે સ્ટોર પરથી હીરોફિનકોર્પ એપ ડાઉનલોડ કરો અને સમયસર વાર્ષિક શૈક્ષણિક એડમિશન માટે ઝડપી શિક્ષણ લોન અરજી પ્રક્રિયા શરૂ કરો. અહી દાખલ કરેલી માહિતી 100% સલામત છે અને માત્ર શિક્ષણ લોન મંજુર કરવાના હેતુ સુધી જ સીમિત છે.

હીરોફિનકોર્પ લોન એપ ઑનલાઈન શિક્ષણ લોન ઑફર કરે છે જે રૂ. 50,૦૦૦/- થી રૂ. 1.5 લાખની વચ્ચે છે, એ શોર્ટ ટર્મ કોર્સ, સર્ટિફિકેશન કોર્સ, અથવા વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે નાણા મેળવવા માગતા વિદ્યાર્થીઓ કે વ્યાવસાયિકો માટે ખૂબ અનૂકૂળ છે. ઉદાહરણ તરીકે, ઑનલાઈન ડિજિટલ માર્કેટિંગ સર્ટિફિકેશન, ડિપ્લોમા ઇન ફોટોગ્રાફી અથવા મર્કંન્ડાઇઝીંગ, વગેરે. શિક્ષણ લોનની રકમ નાની છે, એ આખી રકમ ઈએમઆઈમાં સહેલાઈથી ચૂકવી શકાય છે. એ ના માત્ર થોડી ક્લિક કરવામાં તમારી ઈન્સ્ટન્ટ નાણા જરૂરિયાતો સંતોષવામાં મદદ કરે છે, પણ 25%* જેવાં નીચા દરે 12-60 વર્ષ ગાળામાં નરમ પુનઃ ચૂકવણી વિકલ્પો પણ આપે છે. શિક્ષણ લોન માટે વ્યાજનો દર લેણદારના વ્યવસાય અને આવક પર આધાર રાખે છે.

હીરોફિનકોર્પ શૈક્ષણિક લોન બિન-સિક્યોર્ડ અને જમીન-મુક્ત લોન છે અને એમાં લોનની રકમ સામે કોઈ પણ પ્રકારની સલામતીની જરૂર પડતી નથી. ઈન્સ્ટન્ટ લોન એપ 24/7 સમય માટે ઉપલબ્ધ છે, પછી તમે ભલે પ્રવાસ કરતાં હો, ઑફિસમાં હો કે ઘરમાં બેઠાં હો.

હીરોફિનકોર્પ ઇએમઆઈ કેલ્કયુલેટરની મદદથી અભ્યાસ માટે પર્સનલ શિક્ષણ લોન ખૂબ સરળ બને છે કારણ કે એ તમને તમારા અંદાજપત્ર અને સાનૂકૂળતા મુજબ વ્યાજ સાથે માસિક હપતા પસંદ કરવાની સગવડ આપે છે.

આથી, તમારી કુશળતા વધારવાની વાતે કોઈ બાંધ-છોડ ના કરતાં. એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પર હીરોફિનકોર્પ કેશ ડાઉનલોડ કરો અને શિક્ષણ અને તમારા અન્ય શૈક્ષણિક ધ્યેયો હાસલ કરવા અને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પર્સનલ લોન મેળવો.

શિક્ષણ લોનની લાક્ષણિકતાઓ અને લાભ

ઉચ્ચ શિક્ષણ માટે કોઈ સરહદ નહિ

તમે ભારતમાં કે વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા શિક્ષણ લોન લઇ શકો. ઘણી નાણાકીય સંસ્થાઓ વિદેશોમાં અભ્યાસ કરવા માટે જામીન-મુક્ત શિક્ષણ લોન ઑફર કરે છે.

મહિલા વિદ્યાર્થીઓ માટે ડિસ્કાઉન્ટ અને સ્કોલરશિપ્સ

શિક્ષણ લોન માટે અરજી કરતી મહિલા વિદ્યાર્થીઓ માટે વ્યાજના દરમાં ડિસ્કાઉન્ટહોય છે. મોટા ભાગની નાણાકીય સર્વિસીઝ અને સંસ્થાઓએ ઑનલાઈન મહિલા શિક્ષણ લોન માટે નીચા વ્યાજના દરની જુદી જુદી યોજનાઓ દાખલ કરી છે.

સબસીડાઈઝડ શિક્ષણ લોન સ્કીમ

સમાજમાં આર્થિક રીતે નબળા વર્ગનાં વિદ્યાર્થીઓ કે જેમના માતા-પિતાની વાર્ષિક આવક 5 લાખ કરતાં ઓછી હોય તેમને શિક્ષણ લોન પર વ્યાજના દરમાં સબસીડી આપવામાં આવે છે. આ સબસીડાઈઝડ સ્કીમમાં વિદ્યાર્થીને ઘણાં નીચા વ્યાજના દરે લોન ઑફર કરવામાં આવે છે, જે વિદ્યાર્થી જયારે આત્મ-નિર્ભર બને કે તેના વ્યાવસાયિક કે વોકેશનલ અભ્યાસ પૂરો કરે ત્યારે ચૂકવવાની હોય છે. આ રીતે, શિક્ષણ માટે લીધેલી પર્સનલ લોન લેણદાર માટે તેના અભ્યાસના કાળ દરમિયાન બોજો નથી બનતી

મહત્તમ શિક્ષણ લોન

મહત્તમ લોનની રકમ મંજુર થાય એ જુદા જુદા દેણદારો પર નિર્ભર કરે છે. કોર્સ ફીની જાણ કરીને તેના આધારે મહત્તમ લોન માટે વિનંતી કરી શકાય છે. એના પર કોઈ રોક નથી.

જામીન મુક્ત

સ્ટાન્ડર્ડ શિક્ષણ લોન માટે કોઈ જામીન/કોલેટરલની જરૂર પડતી નથી. કોલેટરલ ત્યારે લાદવામાં આવે છે જયારે લોનની રકમ મોટી હોય. ઉદાહરણ તરીકે, 5 લાખ કે તેના કરતાં વધુ લોન હોય ત્યારે અમલમાં મૂકાય છે. શિક્ષણ માટે પર્સનલ લોન સિક્યોર્ડ અને બિન-સિક્યોર્ડ એમ બંને હોઈ શકે.

લોનને ઝડપી મંજુરી

ઑનલાઈન શિક્ષણ લોન માટે અરજી કરવી તે માટે પર્સનલ લોન ઝડપી અને સરળ રસ્તો છે. ઘણાં ઈન્સ્ટન્ટ લોન એપ્સ સાથે માત્ર થોડી ક્લિકમાં શિક્ષણ લોન ઝડપથી મેળવવાનું હવે શક્ય બન્યું છે.

શિક્ષણ લોન પર વ્યાજનો દર

ભારતમાં ઘણી નાણાકીય સંસ્થાઓ અને બેન્કોએ સરળ શિક્ષણ લોન ઉપલબ્ધ કરાવવા સ્કીમો દાખલ કરી છે. સામાન્ય રીતે, શિક્ષણ લોન માટે મૂકાયેલી રાહતો પરવડે તેવી અને આકર્ષક છે. મહિલા વિદ્યાર્થીઓ માટે ભારતમાં કે વિદેશોમાં ઉચ્ચ અભ્યાસ આગળ વધારવા માગતી હોય તેઓને ઉચિત નીચા વ્યાજના દરે લોન અપાય છે. વધુમાં, સમગ્ર ગાળા દરમિયાન, શિક્ષણ લોન પર વ્યાજનો દર એક સમાન રહેશે.

ઈન્સ્ટન્ટ પર્સનલ લોન અને વેબસાઈટસ વિકસવાની સાથે, ઇએમઆઈ કેલ્ક્યુલેટર એક મહત્ત્વની લાક્ષણિકતા છે જે મૂળ લોનની રકમ, વ્યાજનો દર, અને ગાળો જોઇને માસિક સમાન હપતો ગણી આપે છે. એ રીતે, શિક્ષણ લોન માટે આગળ વધવું કે નહીં તે તમે ખુદ નક્કી કરી શકો છો

જાહેર અને ખાનગી નાણાકીય સર્વિસીઝ સાથે સરખામણી કરો તો શિક્ષણ લોન પર વ્યાજનો દર જુદો જુદો હોય છે. વ્યાજના દર અને રાહતો આરબીઆઈના નિયમો અનુસાર અપાય છે. જાહેર નાણાકીય સંસ્થાઓ ખાનગી બેન્કો અને નાણાકીય સેવાઓની સરખામણીમાં શિક્ષણ લોન પર વ્યાજનો નીચો દર રાખે છે. સૌથી મહત્ત્વનું એ છે કે વ્યાજનો દર એક જ રહે છે અને સમગ્ર શિક્ષણ લોનના ગાળા દરમિયાન વધતો નથી.

શિક્ષણ લોનની પાત્રતા અને જરૂરી દસ્તાવેજો

તમે જયારે ઑનલાઈન શિક્ષણ લોન માટે અરજી કરવાનું વિચારો, ત્યારે લોન રદ થવાના કે વિલંબ થવાની બધી શક્યતાઓ નિવારવા તમે લોન મેળવવાને પાત્ર છો કે નહિ તે પહેલાં ચકાસો તેવી સલાહ છે. વિદ્યાર્થીઓ અને માતા-પિતાએ લોન માટે અરજી કરતાં પહેલાં લોન મેળવવાને જરૂરી દસ્તાવેજો કયા છે તે અને આ પાત્રતાના ધારા-ધોરણ જાણી લેવા જોઈએ :

01

ફરજીયાત પણે ભારતના નાગરિક હોવા જોઈએ.

02

શિક્ષણ લોન માટે અરજી કરતાં વિદ્યાર્થીએ એચએસસી અને સ્નાતક સ્તરે 50% માર્ક મેળવેલા હોવા જોઈએ.*

03

ભારતમાં કે વિદેશોમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવવો જોઈએ. *

04

વિદ્યાર્થીના માતા-પિતા/જામીનદારની નિયમિત આવક હોવાની સાબિતી *

05

કેવાયસી દસ્તાવેજો

06

છેલ્લા 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ

07

જે કોલેજ/ઇન્સ્ટીટ્યુટમાં એડમિશન મળ્યું હોય તેના પ્રવેશ પત્રની નકલ અને ફીનું માળખું. *

08

અભ્યાસના પ્રમાણપત્રો-માર્ક શીટ્સ અને પાસ થયાનું સર્ટિફિકેટ *

 * હીરોફિનકોર્પ માંથી લોન લેવા માટે દસ્તાવેજો/વિગતો આવશ્યક નથી

નોકરિયાતો અને સ્વ-રોજગારી વ્યક્તિઓ જે 21 વર્ષના હોય તે ખાસ શિક્ષણ માટે હીરોફિનકોર્પ પરથી શિક્ષણ લોન માટે અરજી કરી શકે.

 

શિક્ષણ લોન-ફી અને ચાર્જિસ

તમે જયારે ઓનલાઈન પર શિક્ષણ લોન મેળવો, ત્યારે દેણદાર લઘુતમ પ્રોસેસિંગ ફી ચાર્જ કરે છે. એ દરેક દેણદારની જુદી જુદી હોય છે. હીરોફિનકોર્પ ખાતે પર્સનલ લોનના તમામ નિયમો પારદર્શી છે. ભલે એ શિક્ષણ લોન હોય કે અન્ય કોઈ પણ પ્રકારની લોન હોય, એની પર લઘુતમ @ 2.5% પ્રોસેસિંગ ફી છે +જીએસટી (લાગુ પડે તે મુજબ).

શિક્ષણ લોન માટે કેવી રીતે અરજી કરશો?

નાણાકીય તંગી તમને સ્નાતક થવા રોકે કે ઉચ્ચ અભ્યાસ ના કરવા દે એવી સ્થિતિ આવવા નાદેશો. આજકાલ શિક્ષણ માટે પર્સનલ લોન લેવી એ ઓછામાં ઓછા દસ્તાવેજો સાથે ખૂબ સરળ છે. હીરોફિનકોર્પ તમારી ઉચ્ચ ડિગ્રી મેળવવાની મહેચ્છા ઈન્સ્ટન્ટ લોન સવલત સાથે સંતોષે છે. શિક્ષણ લોન પ્રક્રિયા માટે નીચે જણાવેલી ક્વિક સ્ટાર્ટ પ્રક્રિયા શરૂ કરો:

how-to-apply-for-doctor-loan (1).webp

  • 01

    એન્ડ્રોઇડ પર હીરોફિનકોર્પ ડાઉનલોડ કરો

  • 02

    તમારા ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટર કરો

  • 03

    સ્થાનની વિગતોની સ્પષ્ટતા માટે એ વિસ્તારનો પિન કોડ લખો

  • 04

    કેવાયસી વિગતો ઉમેરો. ઉપરાંત સૂચવેલા અન્ય દસ્તાવેજોનો ઉલ્લેખ કરો અને રીઅલ-ટાઇમ આકારણી મેળવો

  • 05

    કામકાજના સમય દરમિયાન લોનની મંજુરી મેળવો અને તરત જ વિતરણ પણ મેળવો

વારંવાર પૂછાતા પ્રશ્નો

હા, વિદ્યાર્થીઓ/માતા-પિતા ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા ઑનલાઈન પર શિક્ષણ માટે પર્સનલ લોન મેળવી શકે. શિક્ષણ માટે પર્સનલ લોન કોલેટરલ-મુક્ત છે અને કોઈ જામીનની જરૂર નથી. આને કારણે મોટી ઔપચારિકતાઓ ઓછી થાય છે અને શૈક્ષણિક લોનની પ્રક્રિયા ઝડપી બને છે.
અન્ય કોઈ પણ લોનની જેમ, શિક્ષણ લોન પણ સરળતાથી પર્સનલ લોન વેબસાઈટ અથવા હીરોફિનકોર્પ લોન જેવાં ઈન્સ્ટન્ટ લોન એપ પરથી લોન લઇ શકાય છે. લોન અરજીની સૂચનાઓ દેણદારની વેબસાઈટ અથવા એપ પર સ્પષ્ટ રીતે જણાવેલી છે. રજીસ્ટર કરાવીને શરૂઆત કરો, સૂચન મુજબ લોન અરજીની પ્રક્રિયા પૂરી કરો.
વિદ્યાર્થી કે માતા-પિતા જે કોઈ શિક્ષણ લોન માટે અરજી કરે તે ભારતીય નાગરિક હોવા જોઈએ. ઉમેદવાર ઓછામાં ઓછો 18 વર્ષની વય ધરાવતો હોવો જોઈએ અને સારૂ શૈક્ષણિક બેકગ્રાઊન્ડ હોવું જોઈએ.નોકરી-લક્ષી અભ્યાસક્રમ કરનાર વ્યક્તિ શિક્ષણ લોન માટે અરજી કરે ત્યારે તેને ઝડપી મંજુરી આપવામાં આવે છે.
ભારત અને વિદેશોના વહીવટી તંત્રોની માન્ય એવી કોલેજ/ સંસ્થામાં એડમિશન પાકું કરો. લોન આપનારની વેબસાઈટની મુલાકાત લો અથવા હીરોફિનકોર્પ જેવું ઈન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરો. જરૂરી દસ્તાવેજો હાથવગા રાખો, અને રજીસ્ટર કરવાની પ્રક્રિયા શરૂ કરો. લોન પ્રક્રિયા રીઅલ-ટાઈમમાં થાય છે, ચકાસણી બાદ 24 કલાકમાં જ નાણા તબદીલ થઇ જાય છે.
કોઈ પણ પ્રકારની લોન લો ત્યારે વ્યાજનો દર નાજુક બાબત બને છે. શિક્ષણ લોન માટે, જુદા જુદા લોન આપનારાઓ વચ્ચે વ્યાજના દર જુદા જુદા રહે છે. ઉદાહરણ તરીકે, હીરોફિનકોર્પ ઑફર કરે છે આરંભિક દર એકદમ નીચો એટલે કે 1.67%*, દર મહીને.
શિક્ષણ લોન માટે ઇએમઆઈની ગણતરી કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે ઇએમ આઈ કેલ્ક્યુલેટર જે લોન આપનારની વેબસાઈટ અને એપ પર મફત મળે છે. એમાં મૂળ મુદ્દલ, વ્યાજનો દર અને ગાળો નાખો. એ આપમેળે જ ગણતરી કરીને સેકન્ડોમાં ઈએમઆઈ જણાવશે. તમે ત્રણ જુદા જુદા એકમો નાખીને તમારા બજેટ પ્રમાણે અનૂકૂળ હોય એવો ઇએમઆઈ મળે ત્યાં સુધી પ્રયત્ન કરી શકો.
વિદ્યાર્થીઓ માટે શિક્ષણ લોનના લાભ જુદા જુદા છે: - વ્યાજનો નીચો દર - તરત લોનને મંજુરી - ચૂકવણીની નરમ શરતો - વેરામાં રાહત - સકારાત્મક ક્રેડિટ સ્કોર
એડમિશન મળ્યાની સાબિતી, છેલ્લે આપેલી પરીક્ષાની માર્ક શીટ, લોનનું અરજી ફોર્મ, કેવાયસી વિગતો, અને છેલ્લા 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ
લોનની અરજી સાથે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પીએએન) રજુ કરવું ફરજીયાત છે