ઝડપી મંજુરી
ઑનલાઈન ઈન્સ્ટન્ટ લોન એપ્સ 24 કલાકના ગાળામાં જ ઝડપથી લોન મંજુર કરી દે છે. એ ત્વરિત છે, કોઈ સલામતી અને ફીઝીકલ દસ્તાવેજોની જરૂર નથી.
મહિલાઓ માટે પર્સનલ લોન લેવા પાત્રતાના ધારા-ધોરણ એક દેણદારથી બીજા દેણદાર પર અલગ હોઈ શકે. જુદી જુદી લોન માટે તેના હેતુ અનુસાર અને લેણદારના વ્યવસાય અનુસાર પાત્રતા ધારા-ધોરણ જુદા જુદા છે.
ભારતનાં નાગરિક હોવા જોઈએ.
21 થી 58 વર્ષની વચ્ચે વયજૂથમાં હોવા જોઈએ.
મહીને ઓછામાં ઓછી આવક રૂ. 15,૦૦૦ હોવી જોઈએ.
નોકરીયાત મહિલાઓ માટે આઈટીઆર સાથે છેલ્લા 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ હોવું જોઈએ.
આવકની સાબિતી ના હોય તો, મહિલા લોનની મંજુરી માટે કોઈ જામીન નીમી શકે તેવી સવલત છે અથવા ફોર્મ 16 રજુ કરી શકે.
સ્વરોજગારી મહિલા માટે વેપારમાં સ્થિરતા અને 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ ફરજીયાત છે.
જો લોનની અરજી ડીજીટાઈઝડ હોય કે ઑનલાઈન લોનની એપ દ્વારા કરાઈ હોય, તો આવશ્યક દસ્તાવેજોની સંખ્યા ઓછી થઇ જાય છે. આથી, મહિલાઓ કે જે મહત્ત્વાકાંક્ષી હોય અને પોતાના ધ્યેય અને હેતુઓ પર્સનલ લોનના માધ્યમથી સંતોષવા માગતી હોય તો નીચે જણાવેલા દસ્તાવેજો હોવા જરૂરી છે:
ઓળખની સાબિતી-આધાર કાર્ડ/સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય હોય તેવું/પેન કાર્ડ
સરનામાની સાબિતી-પાસપોર્ટ/ રાશન કાર્ડ/મતદાર પત્ર ઓળખ/આધાર કાર્ડ
રોજગારની વિગતો (જો મહિલા નોકરી કરતી હોય તો)- નોકરીની સ્થિરતા જેવી કે કંપનીનું સરનામું, વ્યવસાય, માલિકનું નામ, પગારની વિગતો
વેપારની વિગતો જો (સ્વરોજગારી હોય તો) કંપનીનું નામ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને 6 મહિનાની વેપારની સ્થિરતાની સાબિતી આ લોન મેળવવા માટે ફરજીયાત છે.
મહિલાઓ માટે કઠણ સમયમાં પર્સનલ લોન વરદાન રૂપ સાબિત થાય છે. કટોકટીના સમયમાં મહિલાઓને કે તેઓ ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા કે ઑનલાઈન પર પર્સનલ લોન મેળવી શકે એ સ્થિતિમાં આશાનું કિરણ નજરે પડે છે. દરેક લોન એપ જુદી જુદી રીતે ડીઝાઈન કરાયું છે,પણ કેટલીક બાબતો જે પાયાની, સમાન છે::
તમારા એન્ડ્રોઈડ ફોન પર ગૂગલ પ્લે સ્ટોરમાંથી લોન પ્લે ડાઉનલોડ કરો
તમારો મોબાઈલ નંબર અને એ વિસ્તારનો એરિયા પિન કોડ નાખો
તમારા મોબાઈલ નંબર સાથે સંકળાયેલો આધાર કાર્ડ નંબર નાખો. જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે સંકળાયેલો ના હોય તો તમારી કેવાયસી પૂરી કરવા તમે તમારૂં સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ ઉપયોગમાં લઇ શકો છો
તમારી લોનની રકમ, પુનઃ ચૂકવણીનો ગાળો અને વ્યાજનો દર તમે નિશ્ચિત કરો અને ઇએમઆઈ કેલ્કયુલેટરની મદદથી પહેલેથી જ તમારો ઇએમાઇ નક્કી કરો.
તમારી અંગત, વ્યાવસાયિક અને નાણાકીય સ્થિતિ જણાવો
લોનની અરજીનો હેતુ જણાવો.
એક વાર અરજી થઇ જાય અને ચકાસણી પૂરી થાય, લોનની રકમ સીધી જ તમે જણાવેલા બેન્કના ખાતામાં જમા થઇ જશે.
સમાપનમાં, ઑનલાઈન ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મહિલાઓ માટે વરદાનરૂપ સાબિત થઇ છે. મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતા એણે વધારી છે અને વિવિધ ક્ષેત્રોમાં વધુ સારી કામગીરી કરવા તેઓને પ્રોત્સાહન આપ્યું છે.